ક્યારેક બહુ ભૂખ લાગી હોય અને જલ્દીથી બની જાય તેવું શાક બનાવવું હોય તો? તો આંખ બંધ કરીને બેટેટા-ડુંગળીનું શાક બનાવી શકાય. સ્વાદિષ્ટ હોવાની સાથે જ જલ્દીથી બની જતું આ શાક પાછું સ્વાસ્થ્ય માટે પણ સારું કહી શકાય. એટલું જ નહીં બટેટા અને ડુંગળી દરેક ઘરમાં સરળતાથી મળી જતાં હોય છે અને નાના-મોટા સૌ કોઈને ભાવતું શાક હોય છે. તો આજે આ બટેટા-ડુંગળીના શાકને કઈ રીતે વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય તે માટેની રેસિપી પર વાત કરીશું. સૌથી પહેલાં શરૂ કરીએ આ શાક બનાવવાની સામગ્રી વિશે.
બટેટા ડુંગળીનું શાક રેસીપી સૂચનાઓ
Bateta Dungri Nu Shaak Recipe
Equipment
- કડાઈ અથવા કૂકર
- મોટો ચમચો
- મોટું બાઉલ (વાટકો)
- એક તપેલી
Ingredients
- 3 ચમચી તેલ
- 2 સૂકા લાલ મરચા
- 1 ચમચી સરસવ
- 1 ટીસ્પૂન જીરું
- 6-7 કરી પત્તા
- ચપટી હીંગ હીંગ
- 1 ટીસ્પૂન વરિયાળીના બીજ
- 2 ચમચી લીલા મરચા બારીક સમારેલા
- 2 ડુંગળી આશરે સમારેલી
- ½ ટીસ્પૂન હળદર પાવડર
- ½ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 3 બટાકા છાલેલા અને ક્યુબ્સમાં કાપેલા
- ½ ટીસ્પૂન જીરું પાવડર
- ½ ટીસ્પૂન ધાણા પાવડર
- ¼ ટીસ્પૂન આમચુર પાવડર સૂકી કેરી પાવડર
- 1 કપ પાણી
- ગાર્નિશિંગ માટે 2 ચમચી કોથમીર
- 1 ચમચી ખાંડ
- ¼ ટીસ્પૂન ગરમ મસાલો
Instructions
- સૌથી પહેલાં બે બટેટાં અને ડુંગળીને સમારી લો. એક તપેલીમાં પાણી લઈ તેમાં સમારેલાં બટેટા, ડુંગળી નાંખી બાજુ પર રાખી દો.
- હવે સૌ પ્રથમ એક કડાઈ અથવા કૂકરને સ્ટવ પર ગરમ કરો. તેમાં 3 ચમચી તેલ ઉમેરો. અન્ય શાક કરતાં આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું. કારણ કે એ જ આ રેસિપીને વધુ સ્વાદિષ્ટ બનાવશે.
- પછી બે લીલા મરચા લો. 1 ચમચી રાય અને જીરૂ ઉમેરો. મીઠા લિમડાના 6-7 પાંદડા ઉમેરો. જે શાકને સ્વાદિષ્ટની સાથે સુગંધિત પણ બનાવશે. હવે 1 ચપટી હિંગ ઉમેરો. આ તમામને યોગ્ય રીતે મિક્સ કરી લો.
- એ પછી 1 ચમચી વરિયાળી, 2 ચમચી ઝીણા સમારેલા લીલાં મરચાં ઉમેરો.
- લીલાં સમારેલાં મરચાંને 1 મિનિટ સુધી સાંતળતા રહો.
- આ પછી સમારેલી ડુંગળી ઉમેરો, તેને પણ 1 મિનિટ સુધી સાંતળતા રહો.
- હવે ½ ચમચી હળદરનો પાવડર ઉમેરો.
- પછી ½ ચમચી કાશ્મિરી લાલ મરચાનો પાવડર ઉમેરો.
- જે પછી સ્વાદાનુસાર નમક ઉમેરો.
- તમામને યોગ્ય રીતે મિક્સ કરી લો.
- આ પછી અગાઉથી જ સમારીને પાણીમાં પલાળેલા બટેટાના ટુકડા કરી આ મિશ્રણમાં ઉમેરો. પછી તેને યોગ્ય રીતે મિક્સ કરો.
- હવે ½ ચમચી જીરૂ ઉમેરો.
- ½ ચમચી ધાણાજીરૂ ઉમેરો. તેને મિક્સ કરીને 1 મિનિટ સુધી સાંતળતા રહો.
- તેમાં એક કપ (અથવા તો તમારી ઈચ્છા અનુસાર) પાણી ઉમેરો. તેને યોગ્ય રીતે મિક્સ કરો.
- કડાઈ અથવા કૂકરને ઢાંકી દો અને 4-5 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવા દો.
- પછી 2 ચમચી જેટલી સમારેલી કોથમીર ઉમેરો. તેને મિક્સ કરી દો.
- ફરીથી કડાઈ અથવા કૂકરને 3-4 મિનિટ સુધી ઢાંકીને પકવા દો.
- ત્યાર પછી બટેટા યોગ્ય રીતે રંધાઈ ગયા (ચડી ગયા છે) છે કે કેમ તે છરીની મદદથી ચકાસી લો.
- જો યોગ્ય રીતે રંધાયા ન હોય તો તેને હજુ સ્ટવ પર જ રાખી પકવા દો.
- એ પછી ¼ ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ, ¼ ચમચી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. એ પછી વધુ 1 મિનિટ સુધી પકાવો.
- 1 મિનિટ પછી તૈયાર છે તમારું મનપસંદ સ્વાદિષ્ટ બટેટા-ડુંગળીનું શાક.
- હવે તેને એક બાઉલમાં કાઢી લો અને તેના પર કોથમીર ઉમેરો.
Video
Notes
- શાક બનાવવાની શરૂઆત કરતાં પહેલાં બટેટા, ડુંગળી, મરચાં, કોથમીર તમામને સમારી લો. એ પછી જ કડાઈ અથવા કૂકરને સ્ટવ પર મૂકો.
ભોજનમાં લેવાની રીત :
બટેટા-ડુંગળીના શાકને તમે રોટલી, પરોઠા અથવા ભાખરી સાથે ખાઈ શકો છો. જો શિયાળાની ઋતુ હોય તો રોટલા ખાવાની મજા પણ કંઈક ઔર જ હોય છે. ખિચડી સાથે પણ આ શાક ખાઈ શકાય. તો સાથે મસાલા છાશ પણ લેવાથી તમારું ભોજન ઔર સ્વાદિષ્ટ બની જશે.
સંગ્રહ કરવાની રીત :
બટેટા-ડુંગળીનું શાક ગરમા-ગરમ જ ઉપયોગમાં લો, જો જમવાને હજુ સમય હોય તો જમવાના સમયે ગરમ કરી ઉપયોગમાં લો. આ શાક રૂમ ટેમ્પરેચરના તાપમાન પર આવી જાય એટલે તેને બાઉલમાં કાઢી ઢાંકીને ફ્રીજમાં સંગ્રહ કરી શકો છો. શાકમાં ડુંગળી હોય ફ્રીજની અન્ય ચીજ વસ્તુઓમાં તેની સુગંધ બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો કે તેનો સ્વાદ જળવાઈ રહે તે માટે તેનો સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
- બટેટાં-ડુંગળીના શાકમાં સ્વાદ અનુસાર ટમેટાં પણ નાંખી શકાય છે. જે આ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવશે. જો ટમેટાં ઉમેરવા હોય તો એ સૌથી છેલ્લે ઉમેરવા, જો પહેલાં ઉમેરવામાં આવે તો તેની ખટાશને લીધે શાકનો સ્વાદ બદલાય શકે છે.
- જો બટેટા-ડુંગળીના શાકમાં વધુ રસો રાખવો હોય તો શાકમાં એકથી દોઢ કપ પાણી ઉમેરવું.
અન્ય ટિપ્સ :
- વધુ સ્વાદ માટે લવિંગ અને બાદિયા પણ વઘારમાં લઈ શકાય.
- લસણ પણ સમારીને ઉપયોગમાં લઈ શકાય.
- જો કડાઈ ન હોય તો તેના બદલે તમે કુકરનો પણ ઉપયોગ કરી શકો છો. કુકરમાં 3 સિટી વાગે ત્યાં સુધી શાક ચડવા દેવું, પછી સ્ટવ બંધ કરી દેવો.
- અનેક લોકો શાકમાં વરિયાળીનો ઉપયોગ કરતાં નથી, તો તેઓ તેમના સ્વાદ અનુસાર સામગ્રીમાં ફેરફાર કરી શકે છે.
સારાંશ :
તે મિત્રો આજે તો વાત કરી બટેટાં-ડુંગળીની સ્વાદિષ્ટ રેસિપી વિશે. જો તમે પણ આ રેસિપીથી શાક બનાવ્યું હોય તો અમને કમેન્ટ કરીને જણાવો કે તમને કેવું લાગ્યું. તો હવે ફરી મળીશું આવી જ સ્વાદિષ્ટ રેસિપી સાથે.
ખરેખર ઘણુ જ સ્વાદિષ્ટ .ઓછા સમય માં ટોપ શાક બનાવી દે એવી આ રીત છે.