Guvar Bateta Nu Shaak Recipe In Gujarati – ગુવાર બટેટાનું શાક

Guvar Bateta Nu Shaak Recipe In Gujarati - ગુવાર બટેટાનું શાક

ગુવાર સ્વાદમાં કડછો હોવાથી મોટા ભાગે દરેક વ્યક્તિની નાપસંદગીની યાદીમાં જ તેનો સમાવેશ થાય છે. પરંતુ ગુવાર કડછો હોવા છતાં અનેક વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. કોલેસ્ટ્રોલને ઘટાડવું હોય કે કબજિયાતની સમસ્યા હોય તેને દૂર કરવામાં ગુવાર લાભકારી છે. બ્લડ શુગર અને એનિમિયામાં પણ ગુવાર ઉપયોગી છે. પરંતુ આ ગુવારને જો ટેસ્ટી બનાવવામાં આવે તો? આજે આપણે ગુવાર બટેટાના શાકની સ્વાદિષ્ટ રેસિપી વિશે વાત કરીશું. જે સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક નિવડશે. તો શરૂ કરીએ આ શાક બનાવવા માટે જરૂરી સાધન સામગ્રીથી.

ગુવાર બટેટા નુ શાકની રેસીપી

Guvar Bateta Nu Shaak Recipe In Gujarati – ગુવાર બટેટાનું શાક

Priya Gajjar
Prep Time 10 minutes
Cook Time 15 minutes
Total Time 25 minutes
Cuisine Indian
Servings 2

Equipment

 • પ્રેશર કુકર
 • ચમચો
 • બાઉલ

Ingredients
  

 • 1 કપ બટાકા ક્યુબ કરેલા
 • 1 કપ ગવાર ફલી
 • 1 કપ ટામેટાં બારીક સમારેલા
 • ½ કેરમ બીજ
 • ½ હળદર
 • 1 ચમચી જીરું
 • 1 ચમચી સરસવના દાણા
 • 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
 • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
 • 3-4 કરી પત્તા
 • ½ ટીસ્પૂન કોથમીર જીરું પાવડર
 • ચપટી હિંગ હીંગ
 • 1 ચમચી ખાંડ
 • સ્વાદ માટે મીઠું
 • ½ કપ તેલ
 • ½ ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 કપ પાણી

Instructions
 

 • સૌ પ્રથમ સ્ટવ પર ધીમી આંચ પર પ્રેશર કુકર મૂકો. તેમાં ½ કપ તેલ ઉમેરો. તેમાં 1 ચમચી રાય, 1 ચમચી જીરૂ, ½ કપ અજમો, 1 ચપટી હીંગ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, ½ ચમચી હળદર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને કકળવા દો.
 • હવે તેમાં પાણીમાં સમારીને પલાળેલા કાપેલા 2 કપ બટેટા અને ગુવાર ઉમેરો. તેને યોગ્ય રીતે મિક્સ કરો.
 • ત્યાર પછી તેમાં ½ ચમચી ધાણાજીરૂ, 1 ચમચી લીલા મરચાનો પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને બરાબર રીતે મિક્સ કરો.
 • હવે તેમાં એક કપ ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.
 • ½ ચમચી ગરમ મસાલો, મીઠા લિમડાના 5-6 પાંદડા અને 1 ચમચી ખાંડ ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કરી લો.
 • હવે તેમાં 1 કપ પાણી ઉમેરો. તેને યોગ્ય રીતે મિક્સ કરી લો.
 • હવે પ્રેશર કુકરને બંધ કરી દો અને 3 સિટી વાગે ત્યાં સુધી ચડવા દો.
 • કૂકર ઠરે પછી ખોલો. શાક ચડી ગયું હોય તો તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરો અને યોગ્ય રીતે મિક્સ કરો. જો હજુ શાક ચડ્યું ન હોય તો હજુ એક સિટી વાગે ત્યાં સુધી રાહ જુઓ.
 • હવે કૂકરમાંથી શાક એક બાઉલમાં કાઢી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ ગુવાર બટેટાનું શાક.

Video

Notes

ગુવાર બટેટાનું શાક બનાવતાં પહેલાં :
ગુવાર બટેટાનું શાક બનાવતાં પહેલાં તેને જરૂરી સામગ્રીઓ તૈયાર રાખવાથી સરળતા રહે છે અને સમયનો પણ બચાવ થાય છે. તો ચાલો શરૂ કરીએ.
 • સૌથી પહેલાં બટેટાની છાલ ઉતારીને મિડીયમ સાઈઝના ટુકડા કાપી લો. પછી એક બાઉલમાં પાણી લો અને તેમાં બટેટાના કાપેલા ટુકડા નાંખી દો.
 • ગુવારને ધોઈ લો. પછી હાથ વડે જ તેની આગળ પાછળની દાંડી કાઢીને બે કટકા કરી લો.
 • આદુ અને લસણની યોગ્ય રીતે પેસ્ટ બનાવી લો.
 • હવે કોથમીરને ઝીલી સમારી લો.

ગુવાર બટેટાના શાકને ખાવાની રીત :

ગુવાર બટેટાનું શાક તમે ગરમાગરમ રોટલી અથવા ખિચડી સાથે ખાઈ શકો છો. અનેક લોકો આ શાકને ભાત સાથે ખાવાનું પણ પસંદ કરતાં હોય છે અને સાથે મસાલેદાર છાશ પણ લઈ શકો.

શાકને સ્ટોર કરવાની રીત :

ગુવાર બટેટાનું શાક રૂમ ટેમ્પરેચર તાપમાને આવે પછી તેને બાઉલમાં લઈ તેના પર ડીશ ઢાંકીને ફ્રીઝમાં સ્ટોર કરી શકાય. જો કે તેનો સ્વાદ જળવાઈ રહે તે માટે ગરમા ગરમ જ ઉપયોગ કરવો.

ગુવારમાં રહેલાં પોષક તત્વો :

 • ગુવારમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે અને આ પોષક તત્વો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદયની બિમારી જેવી અનેક સમસ્યાઓથી બચવા તથા તેના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. ગુવારમાં રહેલાં ફાઈબર કબજિયાત અને ડાયેરિયાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
 • મોટા આંતરડાને લગતી સમસ્યાને દૂર કરવામાં પણ લાભકારી છે. તેથી આ શાક પણ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ રેસિપીથી તમે કડછા લાગતાં ગુવારને પણ સ્વાદિષ્ટ બનાવી તમામ પોષક તત્વોથી શરીરને સ્વસ્થ તથા નિરોગી રાખી શકો છો.

અન્ય ટિપ્સ :

 • અનેક લોકોને અજમાનો સ્વાદ પસંદ હોતો નથી, તેઓ તે સ્ટેપ અવગણી શકે છે.
 • આદુ લસણની પેસ્ટમાં મરચાનો પણ ઉપયોગ કરી શકાય.
 • શેકેલા શિંગદાણાનો તથા દહીંનો પણ ઉપયોગ કરી શકાય.
 • જો પ્રેશર કુકર ન હોય તો કડાઈનો પણ ઉપયોગ કરી શકાય.
 • વધુ સ્વાદ માટે વઘાર કરતી વખતે સ્વાદ અનુસાર ડુંગળીનો પણ ઉપયોગ કરી શકાય.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

 • જો દેશી ગુવાર હશે તો તેમાં રેસા હશે, તેથી તેના કટકા કરતી વખતે આ રેસા કાઢી નાંખવા.
 • શક્ય હોય ત્યાં સુધી ગુવાર છરીના બદલે હાથથી જ કાપવો.
 • ઘણી વખત ગુવાર બટેટાને ચડતાં વાર લાગે તો તેમાં જરૂર જણાય તો ઉપરથી પાણી ઉમેરવું.

ગુવારના સેવનના ફાયદા :

 • ગુવારમાં ડાયટરી ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે હૃદય માટે પણ ગુણકારી હોય છે, કારણ કે તે એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલાં ડાયટરી ફાઈબર, ફોલેટ અને પોટેશિયમ હૃદય સંબંધી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.    
 • જો ડાયાબિટીસના દર્દીઓ નિયમિત રીતે ગુવારનું સેવન કરે તો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી બ્લડ શુગર પણ વધતું નથી અને કંટ્રોલમાં રહે છે.

સારાંશ :

તો મિત્રો આ તો હતી ગુવાર બટેટાના શાકની સ્વાદિષ્ટ રેસિપી જે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. આશા છે તમને આ રેસિપી પસંદ આવી હશે.  આવી જ ચટાકેદાર રેસિપી માટે અમારી સાથે જોડાયેલા રહો અને તમારા સૂચનો કમેન્ટ દ્વારા અમારી સાથે શેર કરતાં રહો. ફરી મળીશું આવી જ સ્વાદિષ્ટ રેસિપી સાથે.

Leave a Comment

Recipe Rating